ભવનાથ મંદિર વિસ્તારમાં સાધુ-સંતો વચ્ચેનો વિવાદ ઉગ્ર બનતા ચકચાર મચી છે. ઇન્દ્રભારતી બાપુ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. અમરગિરી બાપુએ સમગ્ર મુદ્દે મોટું નિવેદન આપ્યું છે.
મૃગીકુંડ સ્નાન મુદ્દે વિવાદ
હવે મૃગીકુંડમાં ગૃહસ્થોને સ્નાનનો મંજૂરી બાબતે વિવાદ વકર્યો છે. અમરગિરી બાપુએ જણાવ્યું કે સાધુઓ વચ્ચેનો વિવાદ જરાય શોભનીય નથી. તેમણે જિલ્લા કલેક્ટરને તાત્કાલિક મહંતની નિમણૂક જાહેર કરવાની માગ કરી છે.













