જૂનાગઢ નજીક બિલખા રોડ પર સિંહ પરિવારની એકસાથે હાજરી જોવા મળતાં લોકોમાં રોમાંચ અને કુતૂહલ ફેલાયો હતો. ગત રાત્રિનો આ બનાવ છે, જેમાં જંગલની દીવાલ કૂદીને એક બાદ એક છ સિંહો મુખ્ય રસ્તા પર આવી ચડ્યા હતા. સિંહ પરિવારને રોડ પર જોઈને આ માર્ગ પરથી પસાર થઈ રહેલા તમામ વાહનો થંભી ગયા હતા અને વાહનચાલકો આ દૃશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.


જંગલની દીવાલ કુદી સિંહો રસ્તા પર આવ્યા 

 સિંહ પરિવારના આ વિડિયો ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સિંહ પરિવારના બે દિવસથી આ વિસ્તારમાં આંટાફેરા જોવા મળી રહ્યા છે. સિંહોની આ સતત અવરજવર સૂચવે છે કે આ રેવન્યુ વિસ્તાર હવે વન્યજીવોનું સંક્રમણ ક્ષેત્ર બની રહ્યો છે. વન વિભાગને આ અંગે વધુ ધ્યાન આપવા માટે વિનંતી કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: