આગામી દિવસોમા જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો યોજાશે. આ મેળા પહેલા હવાની ગુણવત્તાનુ પરીક્ષણ કરવામાં આવ્યું છે. મેળા પૂર્વે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હાઈટેક મોબાઈલ વાન દ્વારા ચકાસણી શરૂ કરવામાં આવી છે. રોપ વે સાઈટ નજીક હવાનું સઘન મોનિટરિંગ કરાયું છે. ગાંધીનગર હેડ ઓફિસ દ્વારા સીધુ નિરીક્ષણ કરવામાં આવશે. વાહનોના ધુમાડા અને પ્રદૂષણ પર ખાસ નજર રખાશે. પર્યાવરણની જાળવણી માટે વહિવટી તંત્ર સજ્જ થયું છે.
મહા શિવરાત્રી મેળા સંલગ્ન વિશેષ ગીત લોન્ચ કરાશે
જૂનાગઢની અવરજવરને કારણે હવાની ગુણવત્તાની તપાસ કરવામાં આવી છે. એર ક્વોલિટીના ડેટાનું પૃથક્કરણ ગાંધીનગરથી કરવામાં આવશે. પ્રદૂષણ જણાશે તો ભવિષ્યમાં કડક એક્શન પ્લાન તૈયાર કરાશે.અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી પર્યાવરણની જાળવણીનો પ્રયાસ કરવામાં આવશે. આવતીકાલે શિવરાત્રીના મેળાને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ બેઠક મળશે. મેળાના આયોજન અંગે ચર્ચાઓ કરવામાં આવશે. મહાશિવરાત્રી મેળા સંલગ્ન વિશેષ ગીત લોન્ચ કરાશે.
આ પણ વાંચોઃ Junagadh News: ભવનાથમાં આતંક મચાવનાર સાધુ શિવગીરીની ધરપકડ બાદ તડીપાર કરાયો













