જુનાગઢમાં આવનાર મહાશિવરાત્રી મેળાને લઈ તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત સુદર્શન તળાવ નજીક ગેરકાયદે દબાણ કરનાર શિવગીરી નામના સાધુ સામે કાર્યવાહી કરવામાં આવી છે.


શિવગીરી દ્વારા સુદર્શન તળાવ નજીક ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું

પ્રાપ્ત માહિતી અનુસાર, શિવગીરી દ્વારા સુદર્શન તળાવ નજીક જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાઇ હતી.

તલવાર, ધારિયા, કુહાડી જેવા 60 હથિયારો મળ્યા

દબાણ હટાવાની કાર્યવાહી દરમિયાન તેના ઘરમાંથી તલવાર, ધારિયા અને કુહાડી સહિતના કુલ 60 ઘાતક હથિયારો મળી આવ્યા હતા.

પોલીસે તાત્કાલિક શિવગીરીની અટકાયત કરી

ઘટનાની જાણ થતા ભવનાથ પોલીસે તાત્કાલિક શિવગીરીની અટકાયત કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, શિવગીરી સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે. હાલ પોલીસે હથિયારો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત

મહાશિવરાત્રી મેળાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે.


આ પણ વાંચો----     Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો...પરિવારે શું કર્યું

  • Follow us on: