જૂનાગઢના ભવનાથમાં શિવગીરી નામના સાધુએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી હતી. શિવગીરીના આતંકથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સમગ્ર વિસ્તારમાં આ સાધુ ધમાલ મચાવતો હતો. થોડા સમય પહેલા એક શ્રદ્ધાળુને માર માર્યો હતો. જેના સીસીટીવી પણ સામે આવ્યા હતાં. સ્થાનિકોએ શિવગીરીને ભવનાથથી દૂર કરવા માગ કરી હતી. જેથી પોલીસે શિવગીરીની ધરપકડ કરી હતી.
જૂનાગઢમાં આતંક મચાવનાર શિવગીરી તડીપાર
ભવનાથમાં આતંક મચાવનાર શિવગીરીને તડીપાર કરવામાં આવ્યો છે. પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પાંચ જિલ્લામાં તેને એક વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો છે. શિવગીરીના ઘરેથી 60થી વધુ હથિયારો ઝડપાયા હતાં. યાત્રિકો પર હુમલા કરવાની આદતથી લોકો પરેશાન થયા હતાં. શિવરાત્રીનો મેળો શાંતિપૂર્ણ રીતે યોજવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શિવગીરી પર જૂનાગઢ સહિત પાંચ જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.













