ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરમાં મહાનગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે કડકપણે સૂચના આપી હતી કે, કોઈ પણ ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચવી ના જોઈએ. હર્ષ સંઘવીની આ કડક સૂચનાની અસર વડોદરામાં જોવા મળી હતી. વડોદરા મનપા દ્વારા નાગરિકો માટે ટોલ ફ્રી નંબર સહિતની સુવિધાઓ શરૂ કરી દેવાઈ હતી.


વીએમસી મોબાઈલ એપ્લિકેશન

વડોદરા મહાનગર પાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાઓને લઈને ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. ટોલ ફ્રી નંબર 1800 233 0265 પર લોકો પોતાના વિસ્તારની ફરિયાદ કરી શકાશે. આ ઉપરાંત મનપા દ્વારા એક વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે. લોકો 9913166666 પર ફરિયાદ વોટ્સઅપ કરીને ફરિયાદ કરી શકશે. જ્યારે વીએમસી મોબાઈલ એપ્લિકેશન પર પણ ફરિયાદો કરી શકાશે.

લોકો પાલિકાનો સંપર્ક સાધવા એક્શનમાં આવ્યા

વડોદરા શહેરના લોકો ડ્રેનેજ, પાણી, રોડ, ગેસ, કચરા સહિતની ફરિયાદ ઉપરોક્ત ટોલ ફ્રી નંબર પર કરી શકશે. હવે રખડતા શ્વાન અંગે પણ ફરિયાદ કરી શકાશે. પહેલી જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી આ ટોલ ફ્રી નંબર પર 7696 ફરિયાદ મળી છે. જેમાંથી 5092 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય ફરિયાદો પર કામગીરી ચાલુ છે. મનપાને ટોલ ફ્રી નંબર પર સૌથી વધુ ડ્રેનેજની સમસ્યાની ફરિયાદો મળી છે. હર્ષ સંઘવીએ ટકોર કરતાની સાથે જ લોકો પાલિકાનો સંપર્ક સાધવા એક્શનમાં આવ્યા છે.


આ પણ વાંચો: Ahmedabadનું 1205 કરોડનું સ્માર્ટ શિક્ષણ બજેટ મંજૂર, સ્પોર્ટ્સ અને સ્કોલરશીપ માટે ₹20 કરોડની ફાળવણી


  • Follow us on: