જૂનાગઢમાં ખેડૂતને પડ્યા પર પાટું વાગવા જેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યાં એક તરફ કમોસમી વરસાદના કારણે મગફળીના પાકને મોટાપાયે નુકસાન થયું હતું. તો બીજી તરફ મગફળીના જથ્થામાં આગ લાગવાના કારણે ખેડૂતની મુશ્કેલીમાં વધારો થયો છે.ૉ
મગફળીના જથ્થામાં આગ લાગવાની ઘટનાને કારણે અફરાતફરી સર્જાઈ
ઘટનાની મળતી માહિતી અનુસાર, જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગોટાણા ગામે એક ખેડૂતના મગફળીના જથ્થામાં આગ લાગવાની ઘટનાને કારણે અફરાતફરી સર્જાઈ હતી. આ આગ લાગવાની ઘટનામાં ખેડૂતની 700 મણ જેટલી મગફળી સરળીને રાખ થઈ ગઈ હતી. આ મગફળીનો જથ્થો સળગી જવાના કારણે ખેડૂતને 10 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. જોકે, આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.













