થોડા સમય પહેલા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી વચ્ચે ઉગ્ર માથાકૂટ થઈ હતી. આ મામલે અપહરણ અને એટ્રોસિટી એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જોકે, તાજેતરમાં જયરાજસિંહ અને રાજુ સોલંકી વચ્ચે આ મામલે સમાધાન થઈ ગયું હોવાના સમાચાર વહેતા થયા હતા. આ રાજકીય સમાધાનને પગલે અનુસૂચિત જાતિ સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે.
થોડા દિવસ પહેલા બંને પક્ષ વચ્ચે થયું સમાધાન
સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરી છે કે, આ કેસમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વગર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સમાજનું માનવું છે કે માત્ર વ્યક્તિગત સમાધાનથી ન્યાય મળી શકે નહીં, તેથી આ કેસ ચલાવવા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવે.













