સૌરાષ્ટ્રના રેલવે મુસાફરો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. આગામી 23 ફેબ્રુઆરીથી જૂનાગઢ અને ચલાલા વચ્ચે નવી મીટરગેજ સ્પેશિયલ ટ્રેન સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. રેલવે તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી સ્થાનિક વેપારીઓ અને મુસાફરોને મોટી રાહત મળશે.
મીટરગેજ સેક્શનમાં સુવિધા મળશે
સમયપત્રક અને રૂટની વિગતો મુજબ આ સ્પેશિયલ ટ્રેન દરરોજ નિર્ધારિત સમયે દોડશે. રેલવે વિભાગ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, આ ટ્રેન સવારે 10:40 વાગ્યે જૂનાગઢથી રવાના થશે અને બપોરે 14:10 વાગ્યે ચલાલા પહોંચશે. પરત ફરતી વખતે, આ ટ્રેન બપોરે 14:40 વાગ્યે ચલાલાથી ઉપડશે અને સાંજે 17:35 વાગ્યે જૂનાગઢ રેલવે સ્ટેશને પરત ફરશે.













