જૂનાગઢમાં મૃગીકુંડમાં સ્નાનને લઈ વિવાદ ફરી ઉઠ્યો છે. કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુ પર સખ્ત પ્રહાર કર્યો છે, કીર્તિ પટેલે જણાવ્યું કે મૃગીકુંડમાં મહિલાઓ નાઈટ ડ્રેસમાં સ્નાન કરતી હતી, જે સ્વીકાર્ય નથી. કીર્તિ પટેલે સ્પષ્ટ કર્યું કે તે ઈન્દ્રભારતી બાપુની શિષ્ય નથી અને જો ગુરુ માન્યા હોત તો સ્નાન માટે ત્યાં લઈ જતા.


ઇન્દ્રભારતી બાપુના પેટમાં પાપ છુપાયેલા છે: કીર્તિ પટેલ

કીર્તિ પટેલે જણાવ્યું કે હરીહરાનંદ બાપુ તેમના ગુરુ છે અને તે તેમને માન આપે છે, પરંતુ ઈન્દ્રભારતી બાપુના શિષ્યોને વિશેષ લાભ અને VIP એન્ટ્રી મળતી હોવાના મુદ્દે તે વિરોધ વ્યક્ત કરે છે. તે કહે છે કે “ઈન્દ્રભારતી બાપુના પેટમાં પાપ છુપાયેલા છે અને તેના વર્તન અને નિયમો પર સવાલ ઉઠાવે છે. આ વિવાદ સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને મૃગીકુંડની પરંપરા અને શિષ્ય-ગુરુ સંબંધને લગતા પ્રશ્નો સામે લાવવામાં આવ્યા છે.

કીર્તિ પટેલના નિવેદનો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર

કીર્તિ પટેલના આ નિવેદનો સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. કેટલાક લોકોએ કીર્તિ પટેલના આ અભિપ્રાયને સમર્થન આપ્યું છે તો કેટલાક લોકોએ ગુરુ-શિષ્યના સંસ્કારી મૂલ્યોને ધ્યાનમાં રાખીને આ ટિપ્પણીની ટીકા કરી છે. જૂનાગઢમાં મૃગીકુંડ વિવાદે ધાર્મિક પરંપરા, વ્યક્તિગત આઝાદી અને શિષ્ય-ગુરુ સંબંધને લઇને નવા પ્રશ્નો ઊભા કર્યા છે, જે હાલમાં ચર્ચાના મુખ્ય વિષય તરીકે સમક્ષ આવી રહ્યા છે.

આ પણ વાંચો : Gandhinagar: લગ્ન નોંધણીના નવા નિયમો માટે ગુજરાત સરકારે જાહેર કર્યું નોટિફિકેશન, વાંધા-સૂચનો માટે 1 મહિનાનો સમય


  • Follow us on: