કેશોદના પીપલિયાનગર વિસ્તારમાં મીત શિંગાળા નામના યુવકને નિશાન બનાવી લૂંટારુઓએ હુમલો કર્યો હતો. કાળી કારમાં સવાર થઈને આવેલા ત્રણ શખ્સોએ ધોકા, પાઇપ અને છરી જેવા તીક્ષ્ણ હથિયારો બતાવી યુવકને ભયમાં મૂકી દીધો હતો. આરોપીઓએ યુવક પાસેથી કુલ રૂપિયા 8,900 ની રોકડ રકમની લૂંટ ચલાવી હતી.
પીપલિયાનગરમાં યુવકને લૂંટીને ફરાર
ભોગ બનનાર અને સ્થાનિકોના જણાવ્યા મુજબ, હુમલો કરનાર ત્રણેય શખ્સો નશાની હાલતમાં હતા અને રસ્તા પર આતંક મચાવી રહ્યા હતા. આ શખ્સો માત્ર લૂંટ જ નહીં, પરંતુ અગાઉ છેડતી અને અકસ્માત જેવી ઘટનાઓમાં પણ સંડોવાયેલા હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. ઘટનાને પગલે કેશોદ પોલીસે તાત્કાલિક અસરથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ત્રણ શખ્સો વિરુદ્ધ લૂંટ અને હુમલાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.













