જૂનાગઢની ગિરનાર તળેટીમાં યોજાતો ભવનાથનો મહાશિવરાત્રી મેળો માત્ર સાધુ-સંતો માટે જ નહીં, પણ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ વર્ષે ભવનાથમાં ભક્તિનો અનોખો રંગ જોવા મળ્યો, જ્યાં સાધુઓની સાથે સામાન્ય ભક્તો પણ આકરી તપસ્યા કરતા નજરે પડ્યા હતા. સામાન્ય રીતે ભારત-પાકિસ્તાનની મેચ હોય ત્યારે રસ્તાઓ સૂમસામ થઈ જાય છે, પરંતુ ભવનાથમાં નજારો કંઈક અલગ જ હતો.
તપતા તાપમાં ભાવિક ભક્તો કરે છે તપસ્યા
ભક્તોએ ભારત-પાકિસ્તાનની હાઈ-વોલ્ટેજ મેચને છોડીને ધોમધખતા તાપમાં સાધુઓના દર્શન કરવાનું પસંદ કર્યું. શ્રદ્ધાળુઓએ અતૂટ વિશ્વાસ સાથે જણાવ્યું કે, "મહાદેવ મેચમાં પાકિસ્તાનનો સફાયો કરશે", આ વાક્ય તેમની રાષ્ટ્રભક્તિ અને શિવભક્તિનો સંગમ દર્શાવતું હતું. મેળામાં આકર્ષણનું કેન્દ્ર એક 5 વર્ષની નાનકડી દીકરી બની હતી.













