ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓની વ્યવસ્થાને ધ્યાન રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાધુ-સંતો ઉતારા મંડળ અને સામાજિક સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરિક્રમાના આયોજનને લઈને સાધુ-સંતો તેમજ અગ્રણીઓ દ્વારા જુદા જુદા સૂચનો કરવામાં આવ્યા છે.
સામાજીક અગ્રણીઓ અને તંત્રના અધિકારીઓ વચ્ચેની બેઠકમાં સૂચનો અને તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી
કારતક સુદ અગિયારસથી શરૂ થનાર ગિરનારની પરિક્રમાને લઈને વહીવટી તંત્રની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ સૂચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી, તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે. તેની માહિતી આપવામાં આવી હતી તેમાં આવેલા સૂચનો પર અમલવારી કરવા અને જરૂરી વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવી હતી. આગામી 2 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજાશે. જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને તેના ભાગરૂપે વહીવટી તંત્ર, સાધુ સંતો અને સામાજીક સંસ્થાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં ઈન્દ્રભારતી બાપુ સહિતના સાધુ સંતો તથા પરિક્રમા દરમિયાન ઉતારા અને અન્નક્ષેત્ર ચલાવતી સંસ્થાના આગેવાનો, સામાજીક અગ્રણીઓ અને તંત્રના અધિકારીઓ વચ્ચેની બેઠકમાં સૂચનો અને તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી.













