ખેડામાં નડિયાદ પાસે અકસ્માત સર્જાયો છે. જ્યાં એક ટ્રક પાછળ કાર ઘુસી ગઈ હતી. જે કારણે કારમાં આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ અકસ્માત અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયો હતો.
અકસ્માત બાદ કારમાં આગ લાગી
ઘટનાની મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લામાં નડિયાદ પાસે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર એક ટ્રક પાછળ કાર ઘુસી ગઈ હતી. જે કારણે અકસ્માત સર્જાયો હતો. ખેડાના નડિયાદ પાસે થયેલા આ અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી. જે કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કારમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ થયો છે.













