ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા બે જાસૂસને ખેડા કોર્ટમા રજૂ કરવામાં આવ્યા હતાં. બંને આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. બંન્ને જાસૂસ મહેમદાવાદના વ્યક્તિ સાથે સંપર્કમાં હતા.કાચ્છઇ ગામના પ્રકાશ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં હતા.પ્રકાશના લેપટોપમાં આર્મીના ડોક્યુમેન્ટ સેવ કરાવ્યા હતા. ATSએ કુલ 9 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.


2 જાસૂસને ખેડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં

ગુજરાત ATSએ ઝડપેલા 2 જાસૂસને ખેડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. બંને જાસૂસ પૈકી રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલા મહેમદાવાદના કાચ્છઈ ગામના વ્યક્તિ સાથે સંપર્કમાં હોવાની માહિતી એટીએસને મળી હતી. કાચ્છઈ ગામના પ્રકાશ નામના યુવકને યુટ્યુબ માટે વિડિઓ editingનું કામ આપવાનું અને બદલામાં 20 હજાર પગાર આપવાની વાત કરી હતી.પ્રકાશના લેપટોપમાં આર્મીના ડોક્યુમેન્ટ સેવ કરાવી તેને ઝૂમ કરાવી રાધિકા નામની મહિલાએ જોયા હતા.

પ્રકાશ ભાઈએ ATSને 3 એપ્રિલ 2025ના રોજ જાણ કરી

રાધિકા નામની મહિલાએ જ દિલ્હીથી પ્રકાશને કુરિયર મારફતે રાઉટર ચાર્જિંગ કેબલ અને અન્ય ડિવાઇસ પણ મોકલ્યા હતા. 23 નવેમ્બર 2024થી 19 માર્ચ 2025 સુધીમાં જુદી જુદી પાંચ વાર સેનાને સંબંધિત ડોક્યુમેન્ટ મોકલવામાં આવ્યા હતા. જોકે આ ડોક્યુમેન્ટ સ્કેન કરાવી તેનું કોઈ એડીટીંગ કરવાનું કે youtubeમાં લગાવવાનું કામ કરવામાં આવ્યું ન હતું. જેથી પ્રકાશને શંકા જતા તેણે ATS પોલીસનો સંપર્ક કર્યો હતો. ગુજરાત ATSએ કુલ 9 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.જે પૈકી 2 આરોપીઓને હાલ ATS એ ઝડપી પાડ્યા છે. મહિલાની શંકાસ્પદ ગતિવિધિઓ લાગતા પ્રકાશ ભાઈએ ATSને 3 એપ્રિલ 2025ના રોજ જાણ કરી હતી.


આ પણ વાંચોઃ Banaskantha News: કોઇએ આક્રોશમાં આવવાની જરુર નથી, હું તમારો ગુસ્સો સમજી શકું છું, એક ફોન કરજો આવી જઈશ: હર્ષ સંઘવી


  • Follow us on: