ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે પહોંચ્યા છે. તેમણે વડગામમાં સરકારી લાયબ્રેરીનું લોકાર્પણ કર્યું છે. હર્ષ સંઘવી વડગામ, પાલનપુર અને ડીસાની મુલાકાત લેશે અને ત્યાં વિકાસ કામોના લોકાર્પણ કરશે.


આ પુસ્તકાલય કોઇની રજૂઆતથી નથી બનાવ્યું

વડગામમાં સરકારી લાયબ્રેરીનું લોકાર્પણ કરતાં તેમણે કહ્યું હતું કે, આ પુસ્તકાલય કોઈની રજૂઆતથી નથી બનાવ્યું. સરકાર તમારી સાથે છે એક ફોન કરજો આવી જઈશ. ઉત્સાહ સાથે અહીંના દૂષણોને દૂર કરીશું. હું તમારો ગુસ્સો સમજી શકુ છું. કોઈએ આક્રોશમાં આવવાની જરૂર નથી. વડાપ્રધાન મોદીએ ગુજરાતને નંબર વન બનાવવા માટે જાતને ઘસી છે. આ પુસ્તકાલય અનેક લોકોનું ભવિષ્ય ઉજળુ કરશે. આ પુસ્તકાલય ડીવાયએસપી, અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ બનાવશે.

પુસ્તકાલયમાં 160થી વધુ યુવાનો વાંચી શકે તેવી સુવિધાઓ

તેમણે કહ્યુ હતું કે, આ પુસ્તકાલયમાં 160થી વધુ યુવાનો વાંચી શકે તેવી સુવિધાઓ છે. તમારા ચહેરા પર જે ઉત્સાહ છે તેવા જ ઉત્સાહથી અહીંના દૂષણોને દૂર કરીશું. ગુજરાતને નંબર વન બનાવવા માટે તમે રાત દિવસ કાળી મજૂરી કરી છે. આપણે આક્રોશમાં આવ્યા વિના આગળ વધવાનું છે. ભૂપેન્દ્ર ભાઈની સરકાર તમારી સાથે છે એક જ ફોન કરજો હું આવી જઈશ.


આ પણ વાંચોઃ Ahmedabad News: હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી, ચેકિંગમાં કશું જ નહીં મળતા રવાના કરાઈ


  • Follow us on: