અમદાવાદ એરપોર્ટ, ગુજરાત હાઈકોર્ટ અને કેટલીક સ્કૂલોમાં બોમ્બ હોવાના ધમકી ભર્યા મેઈલ મળ્યા હોવાની અનેક ઘટનાઓ અત્યાર સુધી સામે આવી છે. ત્યારે હવે આજે હાઈકોર્ટને એક ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી કે કોર્ટ પરિસરમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે અને તેને તાત્કાલિક ખાલી કરાવવામાં આવે. બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પર એક ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી.


પ્લેનની તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી નહોતી

અમદાવાદ એરપોર્ટ પર મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરાઈ હતી. ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાનો મેસેજ મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. BDDS અને પોલીસ સહિતની તપાસ ટીમો ચેકિંગ માટે એરપોર્ટ પહોંચી ગઈ હતી. ચેકિંગ દરમિયાન પ્લેનની તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી નહોતી.

ફ્લાઈટમાં 180 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ સવાર હતા

પ્રોટોકોલ મુજબ સમગ્ર ફ્લાઈટનું ચેકિંગ કરીને તપાસ પૂર્ણ કરવામાં આવી હતી. મુસાફરોને બેસાડી ફ્લાઈટને રવાના કરાઈ હતી. હૈદરાબાદ જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં મુસાફરોમાં પણ ભય ફેલાયો હતો. પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓએ ફ્લાઈટમાંથી કંઈજ નહીં મળતાં રાહતનો શ્વાસ લીધો હતો. આખરે ફ્લાઈટને તેના ગંતવ્ય તરફ રવાના કરાઈ હતી. આ ફ્લાઈટમાં 180 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ સવાર હતા.


આ પણ વાંચોઃ  Valsad Breaking News : વલસાડમાં રેપ વિથ મર્ડર કેસના આરોપીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી, 6 વર્ષની બાળકી સાથે બની હતી ઘટના


  • Follow us on: