વાપી સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે, નરાધમ રઝાક સુભાનખાનને કોર્ટે ફટકારી ફાંસીની સજા અને બાળકીને ચોકલેટ આપવાની લાલચે નરાધમે દુષ્કર્મ આચર્યુ હતુ, શ્રમજીવી પરિવારની 6 વર્ષની બાળકીનું રેપ વિથ મર્ડર કરનાર આરોપીને ફાંસીની સજા આપી કોર્ટે સમાજમાં એક મજબૂત દાખલો બેસાડયો છે.


રેપના આરોપીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે

વાપીમાં બાળકીને ચોકલેટની લાલચ આપી ઝાડીમાં લઇ જઈ 42 વર્ષીય નરાધમ રઝાક સુભાન ખાને બાળકી ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરી હતી અને વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીને દબોચી લીધો હતો, વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આ મામલે કેસ ચાલતો હોય કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી ફાંસીની સજા ફટકારી છે. સુરતના પી.પી. નયનભાઈ સુખડવાલા અને વલસાડના પી.પી અનીલ ત્રિપાઠીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી પોક્સો કોર્ટે ફટકારી ફાંસીની સજા.


આ પણ વાંચો : Gujarat Flashback 2025 : વર્ષ દરમિયાન ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 5 કરતા વધુ પોલીસ કર્મીએ કર્યો આપઘાત, અંગત કારણોસર આપઘાત કર્યાની ઘટના વધુ



  • Follow us on: