બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતીવાડા ડેમના પુલ નજીક, નદીના વહેણથી બનેલા એક ખાબોચિયામાં એક યુવકનો તરતી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો. જે કારણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક યુવક વિસંગત હાલતમાં મળી આવ્યો હતો. તેના શરીર પર કપડાં હતા, અને આશ્ચર્યજનક રીતે તેના પગમાં બૂટ પણ પહેરેલા હતા.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી
પુલ પરથી પસાર થતા લોકોએ આ દ્રશ્ય જોતા જ ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઊમટી પડ્યા હતા. તાત્કાલિક આ ઘટનાની જાણ દાંતીવાડા પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે આ મામલે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.













