ઓપરેશન સફળતાપૂર્વક પાર પડતા તમામ અધિકારીઓ અને 8 થી 9 ગામના લોકોએ હાશકારો અનુભવ્યો છે, 21નવેમ્બરે શુક્રવારે સાંજે 4 વાગ્યાના અરસામાં ખેડા જીલ્લાના માતર તાલુકના બરોડા ગામે હાઈલી ઈન્ફ્લેમેબલ ઇથેનોલ કેમિકલ બનાવતી ગ્રીન ફ્યુઅલ નામની કંપની માંથી 40,000 લીટર ઇથેનોલ ભરીને એક ટેન્કર નીકળી હતી.


લોકોનું એવું કહેવું હતુ કે ડ્રાઈવર નશાની હાલતમાં હતો

ત્યારબાદ કંપનીમાંથી બહાર નીકળી પાલ્લા વારૂકાંસ મેઈનરોડ પરથી વારૂકાંસ તરફ જઈ રહેલી ટેન્કર થોડેજ આગળ કોઈક અગમ્ય કારણોસર આ ઇથેનોલ ભરેલ ટેન્કર પલ્ટી ખાઈ ગયુ અને અંદાજે 50ફૂટથી વધુ લાંબે સુધી આ ટેન્કર રોડ પર ઘસડાયુ હતુ... ધડાકાભેર ટેન્કર પલ્ટી ખાતા ટેન્કરના ઉપરના ઢાંકણા માંથી એકાએક ઇથેનોલ લીક થવા લાગ્યુ.. અને આ ગંભીર અકસ્માત સર્જાતા પ્રત્યક્ષ જોનારા લોકોનુ કહેવુ છે કે, ટેન્કરનો ડ્રાઇવર નશાની હાલતમાં હતો.

ટેન્કરમાં એક્સપ્લોઝીવ મટીરીયલ ઇથેનોલ ભરેલુ છે

આ ઘટના બાદ કંપનીને જાણ કરતા કંપનીના તમામ અધિકારીઓ દોડી આવ્યા અને ફાયર, પોલીસ, સહિત અન્ય અધિકારીઓને જાણ કરવામા આવી, આ ગંભીર અકસ્માત બાદ પણ ગ્રીન ફ્યુઅલ કંપનીએ કોઈજ ક્વિક એક્શનની કામગીરી હાથ ન ધરી, "અમારી કંપનીની પ્રિમાઈસિસ મા આ ઘટના નથી બની" તેમ કહી કંપનીએ હાથ ખંખેરવાનો પ્રયત્ન કર્યો, સ્થળ પર ખેડા પ્રાંત અધિકારી સુરજ બારોટ, માતર મામલતદાર, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઑફિસર, GPCB, RTO અધિકારી, લીંબાસી પોલીસ સહિતના અધિકારીઓ પહોંચી ગયા હતા, તપાસ અને કંપનીના માણસો સાથે વાતચીત બાદ જાણવા મળ્યુ કે ટેન્કરમાં એક્સપ્લોઝીવ મટીરીયલ ઇથેનોલ ભરેલુ છે.

PESO તરફથી કોઈજ સૂચના માર્ગદર્શન કે પછી મદદ શુધ્ધા ન મળી

ટેન્કરમાંથી સતત ઇથેનોલ લીકેજ થઈ રહ્યુ છે અને આ પરિસ્થિતિમાં જો ભૂલથી પણ કોઈ સ્પાર્ક થયો અને ઇથેનોલે એ સ્પાર્ક પકડી લીધો તો ભયાનક વિસ્ફોટ જેવી પરિસ્થિતિ ઉભી થવાની સંપૂર્ણ શક્યતા હતી આવી ગંભીર પરીસ્થિતિનો તાગ મળતા અધિકારીએ વડોદરા સ્થિત કેન્દ્ર સરકારની એજન્સી (PESO) પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝીવ સેફ્ટી ઑરગેનાઈઝેશન નો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણકારી આપી પરંતુ PESO તરફથી કોઈજ સૂચના માર્ગદર્શન કે પછી મદદ શુસુધ્ધા ન મળી, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટે નજીકના IOCLનો સંપર્ક કરીને ટીમ બોલાવી લીધી ખેડા કલેકટરે ગાંધીનગર થી NDRFની ટીમ બોલાવી લીધી પરંતુ તમામે હાઈલી ઈન્ફ્લેમેબલ અને એક્સપ્લોઝીવ મટીરીયલ હોવાને કારણે હાથ ઉંચા કરી દિધા !

80 ટનની ક્રેઈન મારફતે પલ્ટી ગયેલી ટેન્કરને છતી કરવામા આવી

આખરે ખેડા પ્રાંતે ગ્રીન ફ્યુઅલ કંપનીના અધિકારીઓને કડક શબ્દોમાં સૂચના આપતા કંપનીએ વડોદરાથી એક્સપર્ટની ટીમ બોલાવી એક્સપર્ટની ટીમ સાથે ચર્ચા વિચારણા બાદ નક્કી કરાયુ કે ટેન્કર માંથી ઇથેનોલ અન્ય ટેન્કરમાં ટ્રાન્સફર કરી લેવુ અને ત્યારબાદ મોટી 80 ટનની ક્રેઈન મારફતે પલ્ટી ગયેલી ટેન્કરને છતી કરવામા આવે. એક્સપર્ટ ટીમે સંપૂર્ણ જવાબદારી અને બાંહેધરી લેતા ખેડા પ્રાંત અધિકારીએ કામગીરી શરૂ કરવાના આદેશ આપ્યા.. એક્સપર્ટ ટીમે તુરંત પંપીંગ મશીન લગાવી ઇથેનોલને અન્ય ટેન્કર મા ટ્રાન્સફર કરી લેવામા આવ્યુ... અને ત્યારબાદ સવારે 9 વાગ્યે ક્રેઈનની મદદથી ટેન્કર છતી કરવામા આવી.. આમ આખરે સંપૂર્ણ સુરક્ષિત અને હેમખેમ રીતે ઑપરેશન પાર પડતા આખી રાત જાગેલા ખેડા પ્રાંત સહિત તમામ અધિકારીઓ અને 8 થી 9 ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો..

લોકોના ખેતરમાં પણ નુકસાન થવાની શકયાતાઓ છે

આ ઇથેનોલ ભરેલ ટેન્કર જે જગ્યાએ પલ્ટ્યુ તે જગ્યાએ ઇથેનોલ લીકેજ થઈ ખેતરમા ઢોળાતા ખેતી પાકને નુકસાન તેમજ ખેતીની જમીન પણ બીન ઉપજાઉ થઈ જતા ખેડૂત ભરતભાઈ ભરવાડ રોષે ભરાયા હતા અને વળતરની માગ કરી હતી સમગ્ર ઘટનામાં સૌથી ગંભીર બાબત એ રહી કે 4 થી 5 કલાકમાં પૂર્ણ કરવાની કામગીરી ને 17 કલાક જેટલો સમય લાગી ગયો આ 17 કલાકમાં કોઈનાથી પણ ગંભીર ભૂલ થઈ શકી હોત અને અનેક લોકોની જીંદગીઓ પણ જોખમમા મૂકાઈ શકી હોત.

કંપની સામે કેવા પગલા અધિકારીઓ લે છે તે જોવાનું રહ્યું

આ સમગ્ર ઘટનાક્રમમા સૌથી ગંભીર બાબત એ રહી કે આટલી મોટી ગ્રીન ફ્યુઅલ કંપનીમાં આ ગંભીર પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે કોઈજ સંસાધનો કે એક્સપર્ટ ટીમ ઉપલબ્ધ ન હતી, ફાયર પ્રોક્ષીમીટી સ્યુટ પણ ઉપલબ્ધ ન હતો તો આ સાથે સુત્રો પાસેથી મળેલ માહિતી મૂજબ આ ગ્રીનફ્યુઅલ કંપની ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી તેમજ પ્રદુષણ નિયંત્રણ માટેના કોઈજ નિતીનિયમો નુ પાલન ન કરતી હોવાનુ પણ જાણવા મળ્યુ છે, ત્યારે હવે આ પ્રકારની ગંભીર બેદરકારી સેવી માતરના બરોડા, પાલ્લા, લીંબાસી, ખરેંટી, પુનાજ, પુજેરા, નધનપુર, રામપુર, માટે જીવતા બોમ્બ સમાન આ કંપનીએ લાખોના જીવને જોખમ મા મુક્યાનુ પ્રત્યક્ષ અનુભવ કર્યા બાદ આ ગ્રીનફ્યુઅલ કંપની વિરુદ્ધ ખેડા કલેકટર, ખેડા પ્રાંત અધિકારી કેવા પ્રકારના કડક પગલા લે છે તે જોવુ રહ્યુ.


આ પણ વાંચો : બોટાદમાં શાળાની આસપાસ તમાકુ વેચ્યું તો થશે આવું, તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સે 15 દુકાનદારોને ફટકાર્યો દંડ


  • Follow us on: