Kheda News: હાલ રાજ્યમાં ઘણા શહેરમાંથી શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ વચ્ચે ખેડા જિલ્લામાં આવેલા મહુધામાં પણ એક શિક્ષકે વિદ્યાર્થીને માર મારવાની ઘટના સામે આવી છે. જે કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, વડથલ પ્રાથમિક શાળામાં એક વિદ્યાર્થી વર્ગખંડમાં મિત્રો સાથે મસ્તી કરી રહ્યો હતો. જે કારણે શિક્ષક ઉશ્કેરાઈ જઈને આ વિદ્યાર્થીને માર માર્યો હતો.


વાલીઓમાં રોષ ફેલાયો

વડથલ પ્રાથમિક શાળાના શિક્ષકે આ વિદ્યાર્થીને એક બાદ એક લાફા ઝીંકીને વિદ્યાર્થીના ગાલ લાલ થાય ત્યાં સુધી માર માર્યો હતો. આ વિદ્યાર્થી ધોરણ 4માં અભ્યાસ કરે છે. શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાની ઘટનાથી વાલાીઓમાં રોષ ફેલાયો છે. હાલ વાલીઓ આ શિક્ષકને ફરજમાંથી મુક્ત કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

શિક્ષક દ્વારા અમાનુશી અત્યાચાર

વડથલ ગામના બાળકને શિક્ષકે લાફા મારી ગાલ સુઝાડી દેતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જે બાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરે મહુધા પોલીસ મથકે જાણ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ શિક્ષકે વિદ્યાર્થીને ગાલ પર અને પીઠમાં ભાગમાં લાફા મારતા બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ વિદ્યાર્થીના માતાપિતાનું અવસાન છ વર્ષ પહેલા થયું હતું. 6 વર્ષથી માતા પિતાની છત્ર છાયા ગુમાવનાર બાળક પર શિક્ષક દ્વારા અમાનુશી અત્યાચાર કરવાની આ ઘટનાથી વાલીઓમાં ફેલાઈ રોષની લાગણી ફેલાઈ છે.

આ પણ વાંચો - ચૂંટણી પ્રક્રિયામાં BLOની ભૂમિકા નિર્ણાયક, જાણો શું કામ કરે છે Booth Level Officer?

  • Follow us on: