ખેડા-તારાપુર રોડ પર લીંબાસી નજીક આવેલા એક ખુલ્લા ખેતરમાં સવારે ગૌવંશના અવશેષો જોવા મળ્યા હતા. ખેતરમાં ગાયની પૂંછડી, ચામડાં, શિંગડા અને માથું સહિતના અવયવો વિખરાયેલી હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો અને ગૌભક્તો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
ખેડૂત અને કસાઈઓ વચ્ચે સર્જાયા દ્રશ્યો
ખેતરમાં કામ કરવા આવેલા એક ખેડૂતે બે રિક્ષામાં 4 થી 5 શખ્સોને આ કૃત્ય કરતા રંગેહાથ જોયા હતા. ખેડૂતને જોઈને કસાઈઓ ત્યાંથી ભાગવા લાગ્યા હતા. હિંમત દાખવીને ખેડૂતે આ કસાઈઓનો આશરે અડધો કિલોમીટર સુધી પીછો કર્યો હતો, પરંતુ કસાઈઓએ ધારદાર હથિયારો બતાવીને ખેડૂતને ડરાવી દીધો હતો અને ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.













