Kheda News: હાલ સમગ્ર રાજ્યમાં દારુ મામલે રાજકારણ ગરમાયું છે. રાજ્યામાં દારુબંધીનો કાયદો અમલમાં છે, તેમ છતા દરેક શહેર અને લગભગ તમામ ગામમાં દેશી કે વિદેશી દારુ મળી રહે છે, તે સચ્ચાઈ જગ જાહેર છે. આવામાં ખેડા જિલ્લાની ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા દારુના દુષણને ડામવા માટે એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા ઐતિહાસિક ઠરાવ કરવામાં આવ્યો છે.


તમામ સરકારી લાભો બંધ કરી દેવામાં આવશે

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા ઐતિહાસિક ઠરાવ કરવામાં આવ્યો છે. આ ઠરાવમાં દેશી દારુનુ વેચાણ કરતા 5 ઈસમોને વહેલી તકે પોતાનો ગેરકાયદેસર ધંધો બંધ કરી દેવા માટે ગ્રામ પંચાયત દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આ ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, જો દારુબંધીનુ પાલન નહી કરવામાં આવે, તો મળતા તમામ સરકારી લાભો બંધ કરી દેવામાં આવશે.

આગામી સમયમા જનતા રેડ કરાશે

ફતેપુરા ગામમાં 40થી 45 મહિલાઓ દારુના દુષણના કારણે વિધવા થઈ હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે કડક દારુબંધી માટે બોલાવવામાં આવેલી મિટિગમાં સેવાલીયા પીઆઈ અને મામલતદારને પણ જાણ કરવામાં આવી હતી. જોકે, તેમને આ બેઠકમાં કોઈ રસ ન હોવાથી હાજર રહ્યા ન હતા. આ સાથે ગામના સરપંચે જણાવ્યું હતું કે, ફતેપુરા ગામના 10થી 15 છોકરાઓ દારુના દુષણથી મોતના મુખમા ધકેલાવાની તૈયારીમાંજ છે. જો દારુબંધીનો કડક અમલ કરવામાં નહીં આવે તો આગામી સમયમા જનતા રેડ કરવાની પણ ચીમકી આપી છે.


આ પણ વાંચો - Rajkot News: ઉપલેટા નગરપાલિકાની ગંભીર બેદરકારી, ગટરની ખુલ્લી કુંડીમાં ગાય પડી, ગૌ પ્રેમીઓમાં રોષ



  • Follow us on: