ખેડા ટાઉનમાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. છેલ્લા ત્રણ વર્ષથી એક સગીરાને પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે હવસનો શિકાર બનાવવામાં આવી રહી હતી. આ ઘટનામાં લવ જેહાદની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. મુખ્ય આરોપી પરવેઝ પઠાણે બે વર્ષ પહેલા સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ તેના અશ્લીલ વીડિયો અને ફોટા ઉતારી લીધા હતા.
વીડિયો વાયરલ કરવાની આપી ધમકી
મુખ્ય આરોપી પરવેઝે સગીરાના વાંધાજનક વીડિયો ઉતાર્યા બાદ તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આ વીડિયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી પરવેઝ તેમજ તેના 8 જેટલા વિધર્મી મિત્રોએ સગીરા પર વારંવાર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. સને 2023 થી શરૂ થયેલો આ ત્રાસ 2025 ના રમઝાન માસ સુધી સતત ચાલુ રહ્યો હતો. નરાધમો સગીરાને ડરાવી-ધમકાવીને પોતાની હવસ સંતોષતા હતા.













