કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં બેલા ગામ નજીક એક આઇસર ટેમ્પોમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. ઘાસચારો ભરેલો આ ટેમ્પો રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક લાગેલી આગને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. રાપરના બેલા પાસે આવેલા વિશાસર વાંઢની બાજુમાં સાંજના સાડા સાત વાગ્યાના સુમારે આ અકસ્માત સર્જાયો હતો. આઇસર ટેમ્પોમાં ઘાસચારો ભરેલો હોવાથી આગ જોતજોતામાં પ્રસરી ગઈ હતી અને આખાય ટેમ્પોને લપેટમાં લઈ લીધો હતો.


ઘાસચારો ભરેલા ટેમ્પોમાં લાગી આગ

અંધારાના સમયે આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાઈ રહી હતી. આગ લાગતા જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ટેમ્પોમાં લાગેલી આગ વધુ ન ફેલાય અને જાનહાનિ ન થાય તે માટે ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી અને અન્ય સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: