કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલ લુણવા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે બોલાચાલીની ઘટના સામે આવી છે. ભચાઉ તાલુકાના કિસાન સંઘના પ્રમુખ દેવજી છાંગાની અટકાયત કરવા માટે પોલીસકર્મીઓ તેમના ઘરે પહોંચ્યા હતા. જોકે કિસાન સંઘના પ્રમુખની અટકાયતનો પ્રયાસ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા.


અટકાયત કરવા પહોંચેલી પોલીસ સાથે કરી માથાકૂટ

ગ્રામજનોએ પોલીસકર્મીઓનો ઉધડો લીધો હતો અને તેમની સાથે તીખી માથાકૂટ કરી હતી. ગ્રામજનોનો વિરોધ એટલો ઉગ્ર હતો કે, પોલીસકર્મીઓને તેમની અટકાયત કર્યા વગર જ ચાલતી પકડવી પડી હતી. ગ્રામજનોના આ વિરોધ બાદ પોલીસકર્મીઓએ ઘટનાસ્થળેથી પરત ફરવું પડ્યું હતું. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: