પૂર્વ કચ્છ ગાંધીધામ એ-ડિવીઝન પોલીસે માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે મોટી સફળતા મેળવી છે. તારીખ 05-03-2026 ના રોજ પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને એમ.ડી. ડ્રગ્સ તથા પોષડોડાના જથ્થા સાથે એક આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો છે.


આરોપી અને સ્થળની વિગત

પકડાયેલ આરોપીનું નામ મોહસીન કાસમભાઈ હાલેપોત્રા (ઉંમર 30 વર્ષ) છે, જે ગાંધીધામના રાયમાચોક, ઈમામ ચોકની બાજુમાં રહે છે. પોલીસે આરોપીના રહેણાંક વિસ્તારમાં તપાસ હાથ ધરી આ પ્રતિબંધિત નશીલા પદાર્થોનો જથ્થો કબજે કર્યો હતો.

કબજે કરેલ મુદ્દામાલની વિગત

પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ ઉપરાંત ઈલેક્ટ્રોનિક સાધનો મળી કુલ રૂ.93,985નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલ વસ્તુઓ; એમ.ડી. ડ્રગ્સ: 8.01 ગ્રામ (કિંમત રૂ.80,100), પોષડોડાનો જથ્થો: 0.190 કિલોગ્રામ (કિંમત રૂ.2,850), પોષડોડાનો પાવડર: 0.023 કિલોગ્રામ (કિંમત રૂ.345), મોબાઈલ ફોન: ઓપો કંપનીનો રેનો 10-5જી (કિંમત રૂ.10,000) અને અન્ય સાધનો: ઈલેક્ટ્રીક વજન કાંટો, મિક્ષરનો ડબ્બો અને રોકડ રકમ.

આરોપીની પૂછપરછ શરૂ 

ગાંધીધામ એ-ડિવીઝન પોલીસે આ મામલે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની પૂછપરછ શરૂ કરી છે. આ નશીલા પદાર્થો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને કોને સપ્લાય કરવાના હતા તે દિશામાં વધુ તપાસ તેજ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: