ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP) કે.એલ.એન. રાવ હાલ કચ્છ જિલ્લાના બે દિવસીય પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે એક પ્રેરણાદાયી અને ઐતિહાસિક નિર્ણય લઈને સૌનું ધ્યાન ખેંચ્યું છે. DGP રાવે સરહદી વિસ્તારમાં આવેલા નલિયા પોલીસ સ્ટેશનને દતક લેવાની જાહેરાત કરી છે.


નલિયા પોલીસ સ્ટેશનને પરિવાર સાથે દતક લીધું

વિશેષ વાત એ છે કે, DGP કે.એલ.એન. રાવે માત્ર સત્તાવાર રીતે જ નહીં, પરંતુ પોતાના પરિવાર સાથે મળીને નલિયા પોલીસ સ્ટેશનને દતક લીધું છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને તેમના પરિવારોના કલ્યાણ તેમજ પોલીસ સ્ટેશનની સુવિધાઓમાં વધારો કરવાનો છે. ઉચ્ચ અધિકારી દ્વારા આ પ્રકારે છેવાડાના પોલીસ સ્ટેશનને દતક લેવાની ઘટના પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની છે. DGP જ્યારે નલિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે ત્યાંના પોલીસ પરિવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

નલિયા પોલીસ પરિવારે ડીજીપીનું તિલક કરી સ્વાગત કર્યું

નલિયા પોલીસ પરિવારની મહિલાઓ અને કર્મચારીઓએ DGPનું તિલક કરી અને પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન DGP કચ્છની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાની સાથે સાથે પોલીસ કર્મચારીઓના પ્રશ્નો સાંભળી રહ્યા છે. નલિયા પોલીસ સ્ટેશનને દતક લેવાના આ પગલાથી સ્થાનિક પોલીસ કર્મચારીઓનું મનોબળ વધશે અને કાર્યક્ષમતામાં પણ સુધારો થશે તેવું માનવામાં આવી રહ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: