કચ્છ જિલ્લામાં હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અંજાર તાલુકાના એક ગામમાં પ્રેમીએ મિત્રની મદદથી પ્રેમિકાની હત્યા કરીને લાશ કૂવામાં ફેંકી દેતા ખળભળાટ મચી ગયો છે.


 રાજેશ રબારી સાથે યુવતીના પ્રેમ સંબંધ

અંજાર તાલુકાના એક ગામમાં 18 વર્ષીય યુવતીની તેના પ્રેમી દ્વારા હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા મુજબ નજીકના મિંદીયાળા ગામે રહેતા રાજેશ રબારી સાથે યુવતીના પ્રેમ સંબંધ હતા.

લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા

આરોપી રાજેશે લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેના પરિણામે યુવતી ગર્ભવતી બની હતી.યુવતી દ્વારા લગ્ન માટે દબાણ કરવામાં આવતા આરોપીએ લગ્નના બહાને યુવતીને ગામના સીમ વિસ્તારમાં બોલાવી, ત્યાં તેના મિત્ર રાહુલ રબારી સાથે મળી યુવતીને ગળેટૂંપો આપી હત્યા કરી હતી. બાદમાં લાશને વજનદાર પથ્થર બાંધી કૂવામાં ફેંકી દીધી હતી..

પોલીસે 55 ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાંથી યુવતીની લાશ બહાર કાઢી

ઘટનાની જાણ થતા અંજાર પોલીસે ભુજ ફાયર બ્રિગેડની મદદથી લગભગ 55 ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાંથી યુવતીની લાશ બહાર કાઢી હતી. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. અંજાર પોલીસે આરોપી રાજેશ અને રાહુલ સામે હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડકરી તપાસ શરુ કરી છે.


આ પણ વાંચો----    Gujarat BJP ના નેતાઓને નીતિન નવિનનો ફટકાર, જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો

  • Follow us on: