કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના નિરોણા ગામે ગેરકાયદેસર ખનીજ ચોરીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જિલ્લા ટાસ્ક ફોર્સ અને નખત્રાણા પ્રાંત અધિકારીની સંયુક્ત ટીમ દ્વારા આ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન નિરોણાની ભરુડ નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે ખનીજનું ઉત્ખનન અને વહન થતું હોવાનું માલુમ પડ્યું હતું.
એક ટ્રક અને બે લોડર ઝડપાયા ટીમે કર્યા જપ્ત
ટીમે સ્થળ પરથી એક ટ્રક અને બે લોડર મળીને કુલ ત્રણ વાહનોને જપ્ત કર્યા છે. આ કાર્યવાહીમાં જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 44 લાખ જેટલી આંકવામાં આવી છે. ખનીજ ચોરીના આ મોટા રેકેટ પર કાર્યવાહી થતાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.













