મહેસાણામાં યોજાયેલા એક સમૂહલગ્નના કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમમાં તેમણે પોતાના નિવેદનમાં ડો. બાબા સાહેબ આંબેડકરને લઈને નિવેદન આપ્યું હતું. બાબા સાહેબ આંબેડકરના ધર્મ પરિવર્તન અંગે તેમણે મોટું નિવેદન આપ્યું હતું.


ભારતીય સંસ્કૃતિને ધ્યાને રાખી બૌદ્ધ ધર્મ અપનાવ્યો

મહેસાણામાં યોજાયેલા સમૂહલગ્ન કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, ડો. બાબા સાહેબ આંબેડકરે દેશની એકતા માટે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. તેમને ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મ સ્વીકારવાની ઓફર હતી છતાં તેમણે બોદ્ધ ધર્મ જ કેમ પસંદ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ડો. બાબા સાહેબની રાષ્ટ્રભક્તિ અને સૂઝબૂઝ પર જનસભામાં અપાયેલું વક્તવ્ય પ્રેરણાદાયી છે. તેમણે ભારતની સંસ્કૃતિ અને એકતાને ધ્યાનમાં રાખીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. લાખોની કમાણી છોડીને તેમણે દલિત, અનુસૂચિત જાતિ અને ગરીબોની સેવામાં જીવન સમર્પિત કર્યું હતું. બાબા સાહેબનો નિર્ણય દેશને નબળો પડતો અટકાવવા માટે એક ઐતિહાસિક પગલું હતું.


આ પણ વાંચોઃ Surendranagar News: ઓડિયો ક્લિપ મુદ્દે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના ત્રણ નેતાઓ સામે ફરિયાદ નોંધાવી


  • Follow us on: