પાટીદાર અનામત આંદોલન સમયે સક્રિય રહેલું સરદાર પટેલ ગ્રુપ (SPG) હવે સામાજિક મુદ્દાઓ પર મેદાને આવ્યું છે. મહેસાણામાં પાટીદાર સમાજનું એક વિશાળ સંમેલન યોજાયું હતું. જેમાં લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા અને મૈત્રી કરાર રદ કરવાની પ્રબળ માંગણી કરવામાં આવી છે. આ મુદ્દે એસપીજીના લાલજી પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, કાયદામાં સુધારો નહીં થાય તો પાટીદાર અનામત આંદોલન કર્યું તેવું આંદોલન કરીશું.
કાયદામાં તાત્કાલિક સુધારો કરવા માટે SPGની માંગ
SPG રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું હતું કે, લગ્ન નોંધણીના કાયદામાં સુધારો નહીં આવે તો પાટીદાર અનામત આંદોલન કર્યું તેવું આંદોલન કરીશું. આપણી દીકરી મોબાઈલથી બગડે છે. માતા પિતાને દીકરીના મોબાઈલના પાસવર્ડ ખબર હોવા જોઈએ. મહેસાણામાં યોજાયેલા પાટીદાર સમાજના વિશાળ સંમેલનમાં લગ્ન નોંધણી અને મૈત્રી કરારના કાયદામાં સુધારા કરવા માગ કરાઈ છે. આ સાથે જ વિધાનસભાના ઘેરાવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.













