મોરબી શહેરમાં ઢોર પકડવાની ફરજ દરમિયાન અવરોધ સર્જવાના મામલે પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ ઘટનામાં કિશન ગોગરા અને ભરત ગોગરા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
બાઇક સાથે સીધો ઢોર ડબ્બામાં ઘૂસી ગયો
મળતી માહિતી અનુસાર, ઢોર પાર્ટી શહેર વિસ્તારમાં ફરજ પર હતી તે દરમિયાન આરોપી પૈકી એક વ્યક્તિ બાઇક સાથે સીધો ઢોર ડબ્બામાં ઘૂસી ગયો હતો, જેના કારણે સરકારી ફરજમાં ગંભીર રુકાવટ સર્જાઈ હતી













