મોરબીના જુના ઘુટુ રોડ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં પતિ-પત્ની મંજુબેન અને મનસુખભાઇનું મોત થયું છે, જ્યારે કારમાં બેઠેલા અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા છે.
કાર પર કન્ટેનર પડ્યું
પ્રાપ્ત વિગતો અનુસાર, હળવદથી પરત ફરતી વેળા કાર નવ નાલા નજીક ગઈ ત્યારે ઉપરથી કન્ટેનર પડ્યું હતું જેના કારણે અકસ્માત સર્જાયો. ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે.













