મોરબીમાં રેન્જ આઈજીની મુલાકાત બાદ પોલીસ તંત્રમાં કડક કાર્યવાહી શરૂ થતાં અધિકારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરજમાં બેદરકારી દાખવવાના કારણે એક ASIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ASI સબળસિંહ સોલંકી સામે કાર્યવાહી
માહિતી મુજબ રેન્જ આઇજી નિર્લીપ્ત રાયની મોરબી મુલાકાત બાદ પોલીસ વિભાગમાં કામકાજની ગંભીરતાથી સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન ફરિયાદ નોંધવામાં મોડી દાખલ કરી જવાબદારી ન નિભાવાના કારણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI સબળસિંહ સોલંકી સામે કાર્યવાહી કરવામાં આવી છે.













