મોરબીના પીપળી રોડ પર આવેલ શિવય કોલના કારખાનામાં હત્યાની ઘટના સામે આવી છે. આરોપીએ જમીન  બાબતે હત્યા કરીને લાશ સળગાવી દીધી હોવાનું બહાર આવ્યું છે


જમીન લે વેચ અને પૈસાની બાબતમાં માથાકુટ બાદ હત્યા

પ્રાથમિક તપાસ મુજબ, જમીન લે વેચ અને પૈસાની બાબતમાં માથાકુટ બાદ આ હત્યા કરવામાં આવી હતી. મૃતકનું નામ તાજ મોહમ્મદ કરીમભાઈ હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસ શરુ

પોલીસે ઘટનાના સ્થળ પર લાશનો કબ્જો લઇને તપાસ શરૂ કરી છે. પોલીસે કહ્યું હતું કે પૈસા ચુકવવા ના પડે તે માટે હત્યા કરાઇ છે.

સમાજ પ્રમુખે લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો

 જો કે સમાજ પ્રમુખે લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે અને આરોપીઓનો વરઘોડો કાઢવાની માગણી કરી છે.


આ પણ વાંચો----    Gandhinagar : મંત્રી મનિષા વકીલના અસ્પષ્ટ જવાબોથી કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા, પૂર્વ અધ્યક્ષે વકીલને ટોણો માર્યો, ગુજરાતીમાં જવાબ આપો


  • Follow us on: