મોરબી શહેરના ચકચારી તાજ મહમંદભાઇ ભટ્ટીની હત્યા કરી લાશ સળગાવી અને દાટીને પુરાવાઓ નાશ કરવાના કેસમાં મોરબી પોલીસે સફળતા મેળવી છે. પૂર્વ આયોજિત કાવતરું રચીને કરવામાં આવેલી આ ઘાતકી હત્યાના મામલે પોલીસે મુખ્ય આરોપીઓ સહિત 5 શખ્સોને દબોચી લીધા છે જ્યારે હજુ બે આરોપીની શોધખોળ ચાલી રહી છે.
ઘતકી હત્યામાં 5 આરોપી ઝડપાયા
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે 26-2-26 મૃતકના દીકરા રીયાઝ તાજમહંમદભાઈ ભટ્ટીએ 7 આરોપી સામે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે તપાસમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે જેમાં બાલુભાઈ થોભણભાઈ અઘારા, થોભણભાઈ ઘેલાભાઈ અઘારા, રમેશભાઈ અરજણભાઈ અઘારા, વિશાલ રમેશભાઈ વાધડીયા, અને જયદિપભાઈ કાનાભાઈ સેરશીયાની ધરપકડ કરાઇ છે. જ્યારે ભાવેશ થોભણભાઈ અઘારા અને જીતેશભાઈ બાલુભાઈ જાલરીયા પોલીસ પકડથી બહાર છે. આ આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.
કેવી રીતે પાર પાડ્યું ઓપરેશન?
તાજમહમંદભાઇ ગુમ થયાની 19 ફેબ્રુઆરીએ નોંધ થયા બાદ પોલીસ શકમંદો પર નજર રાખી રહી હતી. શકદાર બાલુભાઈ થોભણભાઈ અઘારાની કડકાઈથી પૂછપરછ કરવામાં આવતા તેણે ભાંગી પડીને હત્યાની કબૂલાત કરી હતી. આરોપીએ કબૂલ્યું હતું કે જમીનના સોદામાં આપેલા 5 લાખ રૂપિયા પરત મેળવવા અને દસ્તાવેજ બાબતે ચાલી રહેલી માથાકૂટનો અંત લાવવા તેમણે આ પ્લાન બનાવ્યો હતો.
સંબંધીઓએ સાથે મળીને ખેલ્યો ખૂની ખેલ
જમીનના સોદાના 5 લાખ રૂપિયા પરત મેળવવા માટે આ તમામ સંબંધીઓએ એકસંપ થઈને તાજમહમંદભાઇનું અપહરણ કર્યું અને ભડિયાદ પાસેના ફાર્મ હાઉસમાં ઢોર માર મારીને હત્યા નિપજાવી હતી. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા લાશને સળગાવીને દાટી દીધી હતી. આરોપીઓમાં પિતા, પુત્ર, ભત્રીજો, ભાઈ, જમાઈ જેવા સભ્યો આ ગુનામાં સામેલ છે.
હથિયારો અને વાહનો કબજે
પોલીસ હવે પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ આ સાથે જ હત્યામાં વપરાયેલા પ્લાસ્ટિકના પાઇપ, લાકડાના બડીકા જેવા હથિયારો તેમજ અપહરણ અને લાશના નિકાલ માટે ઉપયોગમાં લેવાયેલી ફોર્ચ્યુનર જેવી ગાડીઓ કબજે કરવામાં આવી છે.
આ પણ વાંચો---- Junagadhમાં ગળેફાંસો ખાઈને યુવતીનો આપઘાત, પોલીસ ભરતીમાં એક - બે માર્કસથી થઈ હતી નાપાસ