હળવદ પોલીસને દારૂની હેરાફેરીના મોટા કેસમાં સફળતા મળી છે. પોલીસ દ્વારા ટ્રકમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપવામાં આવ્યો છે. આ કાર્યવાહી બાદ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
હોટેલના ગ્રાઉન્ડમાં ઊભેલી ટ્રકમાં તપાસ
માહિતી મુજબ અમદાવાદ હળવદ હાઈવે પર સુખપર પાસે આવેલી એક હોટેલના ગ્રાઉન્ડમાં ઊભેલી ટ્રકમાં તપાસ દરમિયાન દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસને ગુપ્ત બાતમી મળતા જ ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.
4.64 લાખ દારુ ઝડપાયો
તપાસ દરમિયાન ટ્રકમાં પાવડરની બોરીઓની આડમાં મોટી માત્રામાં દારૂ છુપાવીને લઈ જવાતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ટ્રકમાંથી કુલ 4,223 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો, જેની કિંમત અંદાજે 4.64 લાખ રૂપિયા થાય છે.
ટ્રક ચાલક જાન મહંમદ અબ્દુલ રસીદની ધરપકડ કરી
આ મામલે પોલીસે ટ્રક ચાલક જાન મહંમદ અબ્દુલ રસીદની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ટ્રક સહિત કુલ 15.14 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પાવડરની બોરીઓની આડમાં છુપાવીને લવાતો હતો
પોલીસના જણાવ્યા મુજબ દારૂને પાવડરની બોરીઓની આડમાં છુપાવીને અન્ય જિલ્લામાં પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. પરંતુ સમયસર મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી આ હેરાફેરીને અટકાવી દીધી છે.
આરોપીની પૂછપરછ
હાલમાં હળવદ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો---- New Delhi : ગુજરાતને લઇને PM નિવાસસ્થાને મળી બેઠક, ગૃહમંત્રી અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ તથા ડે.સીએમ હર્ષ સંઘવી રહ્યા હાજર