રાજકોટ-મોરબી હાઇવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. ટંકારા તાલુકાના હમીરપર ગામના પાટિયા પાસે આજે બે કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં પંચ (Punch) અને વેગનઆર (WagonR) કાર સામસામે અથડાતા બંને વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.


હમીરપર ગામના પાટિયા નજીક સર્જાયો અકસ્માત

 આ અકસ્માત એટલો જોરદાર હતો કે બંને કારમાં સવાર મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી મુજબ, કુલ 6 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. ઘટનાના પગલે આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકના પડધરી ખાતે આવેલી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ટંકારા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી

અકસ્માતની જાણ થતા જ ટંકારા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માતને કારણે હાઇવે પર ખોરવાયેલા ટ્રાફિકને હળવો કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. હાલમાં પોલીસે બંને કારના ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: