મોરબી જિલ્લાના હળવદ પંથકમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ફરી એકવાર આત્મહત્યાના સ્થળ તરીકે સામે આવી છે. હળવદના રણજીતગઢ ગામના એક 18 વર્ષીય આશાસ્પદ યુવાને કોઈ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ઘટનાની વિગત
ઘટનાની મળતી માહિતી અનુસાર, મૃતક યુવકની ઓળખ 18 વર્ષીય સુજલ મનસુખ તરીકે થઈ છે. ગત તારીખ 14 ફેબ્રુઆરીના રોજ સુજલ પોતાનું મોટરસાઈકલ કેનાલના કાંઠે મૂકીને રહસ્યમય રીતે ગાયબ થયો હતો. તેણે કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી હોવાની આશંકા વચ્ચે સ્થાનિકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આખરે 15 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે તેનો મૃતદેહ કેનાલના પાણીમાંથી મળી આવ્યો હતો.













