મોરબીમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે અને આ વખતે વિવાદના કેન્દ્રમાં ડાયરાના કલાકારો અને કિસાન સંગઠનો છે. લાલજી દેસાઈના વિવાદાસ્પદ નિવેદન બાદ હવે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ કલાકારોને ખુલ્લી ચેલેન્જ ફેંકી છે. સમિતિના નેતા મહેશ રાજકોટીયાએ આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, લોક કલાકારો અત્યારે ભાજપના ઈશારે તૈયાર કરેલી સ્ક્રિપ્ટ મુજબ બોલી રહ્યા છે. તેમણે કલાકારોને પડકાર ફેંકતા કહ્યું કે, જો કલાકારોમાં હિંમત હોય તો ગૌમાંસ, ગૌચરની જમીનો અને ખેડૂતોને નડતરરૂપ વીજપોલ જેવા મુદ્દાઓ પર સરકાર સામે બોલે.


મહેશ રાજકોટીયાનો પડકાર

કિસાન સંઘર્ષ સમિતિએ કલાકારોને લોભામણી અને કટાક્ષભરી ઓફર આપતા કહ્યું છે કે, જો કલાકારો ખેડૂતોના પ્રશ્નો અને સરકારની નિષ્ફળતા વિશે ડાયરામાં બોલવા તૈયાર હોય, તો તેમને મળતા માનદ વેતન કરતા બમણા રૂપિયા આપવા ખેડૂતો તૈયાર છે. રાજકોટીયાએ ઉમેર્યું હતું કે, સરકારને ખેડૂતોની ટ્રેક્ટર રેલીનો રેલો આવ્યો હોવાથી હવે કલાકારોના માધ્યમથી રાજનીતિ કરવામાં આવી રહી છે. મોરબીમાં શરૂ થયેલી આ 'ચેલેન્જ' રાજનીતિએ આવનારા દિવસોમાં મોટા આંદોલનના એંધાણ આપ્યા છે, જેનાથી કલાકાર જગત અને રાજકીય લોબીમાં ભારે ચર્ચાઓ જાગી છે.

આ પણ વાંચો : Ahmedabad માં 74મી નેશનલ ટાઉન પ્લાનર્સ કોન્ફરન્સનો પ્રારંભ, અર્બન ડેવલપમેન્ટ માટે નવો રોડમેપ તૈયાર

  • Follow us on: