મોરબીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેમના શિરે જવાબદારી છે, તેવા પોલીસ વિભાગના જ એક કર્મચારી સામે ગુનો નોંધાતા ચકચાર મચી ગઈ છે. પોલીસ કોન્સ્ટેબલ માણસૂર દેવદાન સામે ફરજમાં બેદરકારી દાખવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિગતો મુજબ, આ કોન્સ્ટેબલ ગત 16 જાન્યુઆરીથી કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના આપ્યા વિના કે રજા મંજૂર કરાવ્યા વિના સતત પોતાની ફરજ પર ગેરહાજર રહ્યા હતા. શિસ્તબદ્ધ ગણાતા પોલીસ વિભાગમાં આ પ્રકારની ગેરશિસ્ત બદલ ઉચ્ચ અધિકારીઓના આદેશથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


મોરબી પોલીસની કડક કાર્યવાહી

જોકે, આ મામલામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી કે કોન્સ્ટેબલની ગેરહાજરી પાછળ રૂપિયા 1 કરોડના મોટા દારૂના પ્રકરણનો તાર જોડાયેલો હોઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં પકડાયેલા કરોડોના દારૂના જથ્થાના કેસમાં આ કોન્સ્ટેબલનું નામ ખૂલે તેવી પૂરેપૂરી શક્યતા છે. કદાચ પોલીસ તપાસના ડરે અથવા ધરપકડથી બચવા માટે તેઓ ફરજ પરથી ગાયબ થઈ ગયા હોવાનું મનાઈ રહ્યું છે. હાલમાં પોલીસ વિભાગ આ બંને દિશામાં તપાસ કરી રહ્યું છે કે શું આ ગેરહાજરી માત્ર બેદરકારી છે કે પછી કોઈ મોટા ગુનાહિત નેક્સસનો ભાગ છે.

આ પણ વાંચો : Gandhinagar માં શિક્ષણજગત સ્તબ્ધ, સેક્ટર-7 ની કોલેજમાં વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું

  • Follow us on: