નવસારી શહેરના વ્યસ્ત ગણાતા જલાલપોર રેલવે ફાટક પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. રેલવે ટ્રેક ઓળંગતી વખતે એક યુવક પુરપાટ ઝડપે આવી રહેલી માલગાડીની અડફેટે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાને પગલે સ્થાનિકોમાં રેલવે તંત્ર અને વહીવટી તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, જલાલપોર ફાટક પાસે લાંબા સમયથી ફુટ ઓવરબ્રિજ (FOB) બનાવવાની માંગ કરવામાં આવી રહી છે.
ફુટ ઓવરબ્રિજની માંગણી છતાં ઉપેક્ષા













