નવસારીમાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મૃદુ અને સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકેની છબી ફરી એકવાર ઉપસી આવી છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રીને મળવા માટે એક વૃદ્ધ મહિલા પહોંચ્યા હતા. સામાન્ય રીતે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સુરક્ષાના કારણોસર મુખ્યમંત્રી ઝડપથી રવાના થતા હોય છે, પરંતુ આ કિસ્સામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુદ સામે ચાલીને વૃદ્ધ દાદીને મળવા માટે તેમની પાસે પહોંચ્યા હતા.


કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વૃદ્ધાને મળ્યા

મુખ્યમંત્રીએ ખૂબ જ સહજતા અને સ્નેહપૂર્વક નવસારીના આ વૃદ્ધ દાદીના ખબર-અંતર પૂછ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી. મુખ્યમંત્રીના આ વિનમ્ર અને લાગણીસભર વર્તનને કારણે તેમની 'દાદા'ની મૃદુ મુખ્યમંત્રી તરીકેની છબી વધુ મજબૂત બની હતી અને સ્થાનિક લોકોમાં સંતોષની લાગણી ફેલાઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: