મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવાર 25 નવેમ્બરે નવસારીમાં રૂ.82 કરોડના ખર્ચે 5025 ચોરસ મીટરમાં નવનિર્મિત અદ્યતન સુવિધાઓ સાથેના બસપોર્ટનું લોકાર્પણ કરશે.વડાપ્રધાન મોદીએ સામાન્ય નાગરિકોને પણ એરપોર્ટ જેવી સુવિધાઓ સાથેના બસપોર્ટ મળે તે માટે રાજ્યના બસમથકોનો કાયાકલ્પ અદ્યતન સુવિધાઓ સાથેનું કરવાનું વિઝન આપ્યું છે.
નવા બસ બોર્ટમાં અનેક સુવિધાઓ હશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યમાં નિર્માણ થતાં બસ મથકોને વડાપ્રધાનના વિઝન અનુરૂપ સુવિધાઓ સાથે બસપોર્ટ તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવીને પી.પી.પી. ધોરણે નિર્માણ પામતા આવા બસપોર્ટમાં મુસાફરોની સુગમતા માટે ડિલક્ષ વેઈટીંગ રૂમ, આર.ઓ. પાણીની વ્યવસ્થા, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, રીફ્રેશમેન્ટ માટે કેન્ટીન, દિવ્યાંગજનો માટે વ્હિલચેરની સુવિધા અને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં આવા ૧૨ બસપોર્ટનું નિર્માણ થયું છે.મોટા શહેરોના બસપોર્ટમાં મુવી થીએટર, બેન્ક્વેટ હોલ અને શોપીંગ મોલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.













