વાંસદા તાલુકાના રૂપવેલ ગામે યુવક સાથે ઈન્સ્ટાગ્રામ પર સસ્તા સોફા ખરીદવાની લાલચમાં રૂ. 58,497ની છેતરપિંડી થઈ છે. ગઠિયાઓએ સસ્તા ભાવે સોફાની જાહેરાત મૂકી હતી અને તેમાં આ ઠગાઇ કરી હતી.
સોફાની જાહેરાત જોઇ
વાંસદામાં રહેતા હસમુખભાઈ વિશ્રામભાઈ પટેલ (ઉ.વ. 44)ના મોબાઈલમાં તેમની પુત્રી રિયા ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહી હતી. એક એકાઉન્ટ પર સોફા વેચવાની જાહેરાત જોવા મળી હતી. ઓછી કિંમતમાં સોફા હોવાથી તેમણે જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો













