સુરત બાદ નવસારીમાં પણ આવકવેરા વિભાગ દ્વારા દરોડા અભિયાન હાથ ધરાયું. વારી સોલાર કંપની ITના સાણસામાં. હાલમાં આવકવેરા વિભાગ દ્વારા વારી સોલાર કંપનીના નવસારી એકમોમાં દરોડા હાથ ધરી ચકાસણી કરવામાં આવી. કંપની ઉપર મોડી રાત સુધી દરોડાની કાર્યવાહી ચાલી. ITના દરોડાના મેગા સર્ચ ઓપરેશનમાં મુંબઈની 30 ટીમો જોડાઈ.
સુરત,વાપી અને વલસાડમાં પણ દરોડા
વારી કંપની સામે હાથ ધરાયેલા દરોડામાં નવસારી બાદ સુરત,વાપી અને વલસાડમાં પણ દરોડા પાડવામાં આવ્યા. નવસારીના ચીખલી નજીક આવેલ વારી સોલારના એકમ ઉપર મોડી રાત સુધી કાર્યવાહી ચાલી હતી. વારી કંપની સામે મુંબઈ આયકર વિભાગની 30 જેટલી ટીમોએ મોટાપાયે સર્ચ ઓપરેશનમાં જોડાઈ. વારી સોલારના સંચાલકોની મોટાપાયે નાંણાકીય વ્યવહારમાં ગેરરીતિ સામે આવે તેવી સંભાવના છે. વારી સોલારના સંચાલક દોશી પરિવાર દ્વારા નવસારી અને વલસાડ જિલ્લામાં મોટાપાયે જમીન ની ખરીદી કરાઇ હોવાની માહિતી.













