નવસારીમાં વિદેશ મોકલવાની લાલચ આપીને એક કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ કરનાર દંપતી પૈકી મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ દંપતી ખોટા કોલ લેટર બનાવીને લોકો સાથે છેતરપિંડી આચરીને દુબઈ ભાગી ગયું હતું.


કરોડો રૂપિયાની ઠગાઈ કરી દંપતી દુબઈ ભાગ્યુ હતું

પોલીસે ફરાર થયેલા પટેલ દંપતી પૈકી પત્ની નાવિકા પટેલની ધરપકડ કરી છે. નાવિકા પટેલ દુબઈથી મુંબઈ એરપોર્ટ પર આવતા જ નવસારી પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. જોકે, નાવિકાનો ઠગ પતિ વિવેક પટેલ હજી પણ પોલીસ પકડથી દૂર છે અને તેને પકડવાના પ્રયાસો ચાલુ છે.


  • Follow us on: