નવસારી જિલ્લાના ચીખલી ખાતે ઇન્કમટેક્સ વિભાગે મોટા દરોડા પાડતા ખળભળાટ મચી ગયો છે. સોલાર પેનલ બનાવતી જાણીતી વારી (Waaree) કંપનીના ચીખલી યુનિટ પર IT વિભાગ દ્વારા સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં મુંબઈ IT વિભાગની 30થી વધુ ટીમો તપાસમાં જોડાઈ છે.
મુંબઈ IT વિભાગની 30થી વધુ ટીમના દરોડા
આટલી મોટી સંખ્યામાં ટીમોની હાજરી ગંભીર કરચોરી અથવા હિસાબી ગેરરીતિઓના આરોપો તરફ ઇશારો કરે છે. કંપનીના ચીખલી એકમમાં વહેલી સવારથી જ દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે. હાલમાં, વારી સોલાર કંપનીના એકમમાં ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ચાલુ છે.













