નવસારી જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. નવસારી જિલ્લાની દરિયાઈ સીમા પર મરીન ટાસ્ક ફોર્સ તેમજ મરીન કમાન્ડોની ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.


નવસારીના દીપલા થી બોરસી માછીવાડ સુધીની દરિયાઈ પટ્ટી પર સઘન ચેકિંગ

આ કામગીરી અંતર્ગત નવસારીના દીપલા થી બોરસી માછીવાડ સુધીની દરિયાઈ પટ્ટી પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું. પેટ્રોલિંગ દરમિયાન માછીમારોની હલચલ, બોટોની ચકાસણી તેમજ દરિયાઈ માર્ગે થતી અવર જવર પર ખાસ નજર રાખવામાં આવી હતી.

ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મુકવા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરાયું

અધિકારીઓના જણાવ્યા મુજબ દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મુકવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરાયું છે. આવનારા દિવસોમાં પણ આવી કાર્યવાહી યથાવત રાખવામાં આવશે જેથી દરિયાઈ સીમા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે.


આ પણ વાંચો----    Aravallis Hills: હવે કોઈ નવા ખાણકામની મંજૂરી નહીં, સંરક્ષિત ક્ષેત્રનો પણ વિસ્તાર કરાશે, વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય

  • Follow us on: